જો તમે પણ દાંતમાં જીવાતની સમસ્યાથી પરેશાન છો તો અજમાવો આ ઉપાય, તમારા દાંત બનશે મજબૂત
મિત્રો, હાલ પ્રવર્તમાન સમય માં આહાર એટલો દૂષિત અને ભેળસેળયુક્ત આવવા માંડયો છે કે આપણે અવારનવાર દાંત ને લગતી સમસ્યાઓ થી પીડાતા હોય છે. આ દાંત માં સમસ્યા ઉદભવવા પાછળનું જવાબદાર કારણ છે દાંતમાં જીવાત થવી.
જો તમારા દાંત માં જીવાત થઈ જાય તો તમારે અસહ્ય પીડા નો અનુભવ કરવો પડે છે તથા આ જીવાત તમારા દાંતની સુંદરતા ને પણ ઓછી કરી નાખે છે. સામાન્ય રીતે આ દાંત ના દર્દ ની સમસ્યા નાના બાળકો માં વધુ પડતી જોવા મળતી હોય છે કારણકે તેઓ વધુ પડતું ચોકલેટ નું સેવન કરતાં હોય છે પરંતુ , હાલ વર્તમાન સમયમાં તો દર બીજો વ્યક્તિ આ સમસ્યા થી પીડિત છે.
તો આજે આ લેખમાં તમને દાંતમાં પ્રવર્તતા આ જીવાણુ ની સમસ્યા ને કઈ રીતે દૂર કરવી તથા તેમાંથી મુક્તિ કેવી રીતે મેળવવી તેને લગતાં ઉપચારો વિશે જણાવીશું. સામાન્ય દાંત ના દર્દ ની પીડા તો સૌ કોઈ સહન કરી લે છે પરંતુ , જયારે દાંત માં જીવાણુ થાય છે અને જે પીડા નો અનુભવ થાય છે તે ખૂબ જ અસહનીય હોય છે આ સમયે કંઈ જ નથી સમજાતું કે હવે આ પરિસ્થિતિ માં શું કરવું અને શું ના કરવું?
હાલ અમે આજે તમને જે ઉપચારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે એટલાં અસરકારક છે કે તે આ સમસ્યા ને જડમૂળ થી દૂર કરી દેશે. પરંતુ , એક વાત તમને અવશ્ય જણાવી દઉ કે જયારે પણ દાંત ની આ અસહ્ય પીડા ઉદભવે ત્યારે સૌપ્રથમ દાકતર ની મુલાકાત લેવી અને તેની યોગ્ય સલાહ લેવી ત્યાર બાદ આ નૂસ્ખાઓ અજમાવવા તથા તેનો પ્રયોગ કરવો.
તો આપણે સૌપ્રથમ એ વિશે ચર્ચા કરીએ કે આ દાંત માં જીવાણું કયા કારણોસર ઉદભવે છે જેથી આપણે ભવિષ્ય માં કારણો થી સાવચેત રહીએ અને આપણાં દાંત સ્વસ્થ તથા મજબૂત બને.
જો તમે અતિશય ગળ્યી વસ્તુઓ નું નિયમિત તથા વધુ પડતું સેવન કરો છો તો તમે આ દાંત માં જીવાણું ઉદભવવા ની સમસ્યા થી પીડાઈ શકો છો.
ભોજન કર્યા બાદ જો તમે દાંત ની યોગ્ય રીતે સાફ-સફાઈ ના કરો અને તમારા દાંત માં ભોજન અટવાયેલું રહે તો આ પણ એક કારણ બની શકે છે તમારા દાંતમાં જીવાણુ ની સમસ્યા ઉદભવવાનું.
આ ઉપરાંત જો તમે વધુ પડતી ચીપચીપી વસ્તુઓ નું સેવન કરો છો તો પણ આ સમસ્યા ઉદભવી શકે છે કારણકે , આ વસ્તુઓ દાંત ની અંદર ફંસાઈ જાય છે અને વધુ સમય દાંતની અંદર ફંસાઈ રહેવાના કારણે દાંતમાં જીવાણુ ઉદભવે છે.
દાંત માં ઉદભવેલા જીવાણુ ની સમસ્યા ને દૂર કરવાના ઉપાયો :
સૌપ્રથમ ૧ ચમચી જેટલી ફટકડી લ્યો. ત્યાર બાદ આ ૧ ચમચી જેટલાં ફટકડી ના પાવડર માં ૧ બુંદ જેટલું લવિંગ નું ઓઈલ મિકસ કરીને પેસ્ટ તૈયાર કરો. ત્યાર બાદ આ પેસ્ટ વડે તમારા દાંતો ની યોગ્ય રીતે માલિશ કરવી. થોડા સમય સુધી નિયમિત આવી રીતે આ પેસ્ટ તૈયાર કરીને તમારા દાંત ની યોગ્ય રીતે માલિશ કરવામાં આવે તો તમે સરળતાથી આ દાંત માં ઉદભવેલા જીવાણુ ની સમસ્યા માંથી મુક્ત થઈ જશો.
તો આવી રીતે તમે ઘરગથ્થુ ઉપચાર દ્વારા તમે તમારા દાંતમાં ઉદભવેલા જીવાણુ ની સમસ્યા ને દૂર કરી શકો છો. પરંતુ , હા ઉપર જણાવ્યું તેમ આ દાંત ના દર્દ ની પીડા ઉદભવે એટલે એકવાર તો દાકતર ની મુલાકાત લઈને તેમની સલાહ અવશ્ય લેવી.
Comments
Post a Comment