ઈટલીના આ શહેરમાં માત્ર 78 રૂપિયામાં ખરીદી શકાય છે પોતાનું ઘર

ટારાંટો : ઈટલી (Italy)ના ટારાંટો (Taranto)માં 79 રૂપિયા એટલે કે 1 યૂરોમાં એક ઘર ખરીદી શકાય છે. લિટલ ઈટલી તરીકે ચર્ચિત ટારાંટો દેશનું પહેલું શહેર છે જ્યાં આવી કોઈ અનોખી શરૂઆત કરવામાં આવી રહી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય છે કે વિસ્તારની વસતી વધારવામાં આવે. અધિકારીઓનું કહેવું છે કે શરૂઆતમાં લોકોને પાંચ ઘર વેચવામાં આવશે

19મી સદીમાં ઈટલીના જાણીતા બંદર રહેલા આ શહેરની વસ્તી 40 હજાર હતી., જોકે હવે અહીં વસ્તી માત્ર ત્રણ હજાર જ રહી ગઈ છે. આ ઐતિહાસિક શહેરની વસ્તી વધારવા માટે અધિકારીઓએ આવો માર્ગ અપનાવ્યો છે.

એવા લગભગ 25 હજાર ઘરોને અલગ તારવવામાં આવ્યા છે જેને સસ્તા ભાવે વેચવામાં આવશે. તેમાંથી પાંચ ઘરોને તાત્કાલીક વેચવાનો પ્રસ્તાવ છે.

 આ પહેલા વર્ષ 2011માં સિસલીની રાજધાની પલેર્મો સ્થિત ગાંગી શહેરમાં 78 રૂપિયા એટલે કે 1 યૂરોમાં ઘર વેચવાની યોજના શરૂ થઈ. ત્યારબાદ લગભગ 150 ઘરોને વેચવામાં આવ્યા. તેને લોકોએ ખરીદ્યા બાદ વસ્તી વધી અને રોનક ફરી પાછી ફરી. 

વર્ષ 2019માં જ સિસલીના બીવોના, સામ્બુલકા અને મુસોમેલીમાં પણ આવી જ ઑફર આપવામાં આવી હતી.
 ઈટલીના ઉત્તર પશ્ચિમમાં લોકેના પણ એ કસ્બાઓ પૈકીનો એક છે જ્યાં લોકો ઘર લેવા માટે કુલ કિંમત 7 લાખ એટલે કે 9,000 યૂરો ચૂકવતા હતા. 

ઈટલીના ઉત્તર પશ્ચિમમાં લોકેના પણ એ કસ્બાઓ પૈકીનો એક છે જ્યાં લોકો ઘર લેવા માટે કુલ કિંમત 7 લાખ એટલે કે 9,000 યૂરો ચૂકવતા હતા.

2024 સુધી પર્યાવરણ અનુકૂળ થઈ જશે પ્લાન્ટ : એક મીડિયા રિપોર્ટ મુજબ, અધિકારી ફાંસેસ્કા વિગ્ગિએનોએ જણાવ્યું કે 78 રૂપિયામાં ઘર વેચવાના અહેવાલ પર લોકોએ પ્રતિક્રિયા આપી છે. રોમ, મિલાન, ન્યૂયોર્ક જેવા શહેરોથી લોકોએ જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો.

 મળતા અહેવાલ મુજબ સ્ટીલ પ્લાન્ટ હોવાના કારણે પ્રદૂષણના કારણે અહીંના લોકોને આ સ્થળથી મોહભંગ થઈ ગયો હતો. અધિકારીઓની યોજના છે કે વર્ષ 2024 સુધી પ્લાન્ટ પર્યાવરણને અનુકૂળ થઈ જશે. 

મળતા અહેવાલ મુજબ સ્ટીલ પ્લાન્ટ હોવાના કારણે પ્રદૂષણના કારણે અહીંના લોકોને આ સ્થળથી મોહભંગ થઈ ગયો હતો. અધિકારીઓની યોજના છે કે વર્ષ 2024 સુધી પ્લાન્ટ પર્યાવરણને અનુકૂળ થઈ જશે

Comments

Popular posts from this blog

લગ્નમાં સાવ સામાન્ય કારણથી થઈ બબાલ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશનમાં