અહીં પત્ની ના ગર્ભવતી હોવાની સાથે જ પતિ કરી લે છે બીજા લગ્ન,જાણો ચોંકાવનારી હકીકત.

પત્ની જ્યારે ગર્ભવતી થાય ત્યારે પતિ તેની ખુબજ કાળજી રાખતો હોય છે તેને મનગમતી વસ્તુઓ આપતો હોય છે કારણકે થોડાજ સમય માં તેના ઘર માં પારણું બંધાવવા નું હોય છે.ઘર માં નવા મહેમાન આવવાની ખુશી એટલી બધી હોય છે કે પતિ સતત પત્ની ની દેખરેખ માં જ હોય છે.એવીજ રીતે ભારત ના આ વિસ્તાર માં પત્ની ગર્ભવતી થયા ની સાથે જ તેનો પતિ બીજા લગ્ન માટે કન્યા શોધવાનું શરૂ કરી દે છે.જી હા આ સત્ય છે આવું રાજસ્થાન ના બાડમેર ના દેરાસર માં ઘણા વર્ષો થી થતું આવ્યું છે.

તમે જાણી ને હેરાન થઈ ગયા હશો કે કોઈ તેની ગર્ભવતી પત્ની ને છોડી ને બીજા લગ્ન શા માટે કરે છે?રાજસ્થાન ના ઘણા વિસ્તારો એવા છે જ્યાં વહુ ગર્ભવતી થાય તો તેનો પતિ તેને છોડી ને બીજા લગ્ન કરીલે છે.આશ્ચર્ય ની વાત તો એ છે કે આ વાત ની જાણ તેની પત્ની ને પહેલે થીજ રહે છે.



ચોંકાવનારી વાત એ પણ છે કે આપણા દેશ માં જ્યારે બધી જ કુરીતિ ઓ ખતમ થઈ ગઈ છે ત્યારે અમુક જગ્યા એ આવા કુરિવાજો હજુ ચાલી રહ્યા છે.આ કુરિવાજ એવો છે કે બધા જ પરિણીત છોકરાઓ ને પિતા બનતા પહેલા બીજા લગ્ન કરવા પડે છે.સૌથી પહેલા તેની શરૂઆત રાજસ્થાન ના દેરાસર માં થઈ હતી.હકીકત માં અહીં પાણી ની તંગી એવી રહે છે કે ઠંડી હોય કે ગરમી મિલો સુધી ચાલી ને પાણી ભરવા માટે ઘર ની સ્ત્રી ઓ ને જવું પડે છે.પાણી ભરવા જાવાની આ રીત એ સ્ત્રીઓ માટે કઈ સહેલી નથી હોતી પણ બાળપણ થીજ સ્ત્રીઓ ને આ માટેની જબરી તાલીમ આપવામાં આવે છે.જે સ્ત્રી ઉત્તમ કરે એને લગ્ન માટે પસંદ કરવામાં આવે છે.છોકરીઓ ને એકસાથે બે ત્રણ ઘડામાં પાણી કેમ લઈ આવવું એ શીખવવામાં આવે છે.



ગર્ભવતી મહિલાઓ માટે દૂર થી પાણી લાવવું એ આસન નથી હોતું સાથે સાથે તેને ઘર ના બીજા કામો પણ અનુકૂળ નથી રહેતા માટે પતિ બીજા લગ્ન કરી લે છે.એટલે પાણી લાવવાનું કામ નવી પત્ની પર આવી જાય સાથે જ જૂની પત્ની નો ખ્યાલ પણ તે રાખી શકે.સરકારી વસ્તી ગણતરી ના આંકડાની વાત કરીએ તો વર્ષ 2011 માં દેરાસર માં કુલ સંખ્યા 596 છે જેમાં 309 પુરુષ છે અને 287 સ્ત્રીઓ છે.



રાહસ્થાન ના દેરાસર માં બહુવિવાહ ની પ્રથા વર્ષો થી ચાલી આવે છે.એવા માં મહારાષ્ટ્ર ના પણ એવા ઘણા ગામો છે જ્યાં પણ આ પ્રથા ચાલી રહી છે.કેટલીક વાર પત્નીઓ ને પાણી લાવવા માટે 10 થી 12 કલાક પણ લાગી જાય છે કારણ કે તેને પાણી લાવવા માટે ઘણા ગામો પાર કરી ને જાવું પડે છે.મહારાષ્ટ્ર ના આવા 19000 ગામ છે જ્યાં બીજી પત્ની ને વોટરવાઇવસ અથવા વોટર બાઈવસ કહેવામાં આવે છે.



આતો ફક્ત પાણી ભરવાની કહાની હતી જ્યારે દેશ માં એક એવું પણ ગામ છે દેનમંગલ કે જ્યાં પુરુષો ને એકસાથે ત્રણ લગ્ન કરવાની પરવાનગી કરવામાં આવે છે.તેના પાછળ ની કહાની એવી છે કે એક પત્ની ઘર ની જવાબદારી સાંભળે અને બાકી ની પત્નીઓ પાણી ની તલાશ કરે.સ્થિતિ અહીં સુધી ની હોત ત્યાં સુધી ઠીક છે પણ સ્થિતિ ત્યાં સુધી ની થઈ ગઈ છે કે આધેડ ઉંમર નો પુરુષ પોતાના કરતા અડધી ઉંમર વાળી છોકરી સાથે લગ્ન કરે છે.કારણ કે નાની ઉંમરે છોકરીઓ વધારે પાણી લાવવામાં સક્ષમ હોય છે.

આવા ગામો માં ઘણી વાર મોટા લોકો પણ આ રિવાજ નથી રોકી શકતા.હેરાની ની વાત એ છે કે અહીં બહુલગ્ન પહેલી અથવા બીજી પત્ની ની મરજી થી થા છે.આવા માં મોટા અધિકારી પણ મૂંગા છે.

Comments

Popular posts from this blog

લગ્નમાં સાવ સામાન્ય કારણથી થઈ બબાલ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશનમાં