યુવતીએ પ્રેમ લગ્ન કર્યા, તો પરિવારે એવું પગલું ભર્યું કે આખું ગામ હચમચી ગયું

મહારાષ્ટ્રમાં 24 વર્ષીય યુવતીએ બીજા સમાજે એક છોકરા સાથે લગ્ન કરી લેતા તેના માતા પિતા અને ભાઈએ એક એવું પગલું ભર્યું કે સમગ્ર વિસ્તારના લોકો આઘાતમાં સરી પડ્યાં હતાં. માતા પિતા અને ભાઈએ એક સાથે ભરેલા આ પગલાથી લોકો હચમચી ગયા છે.


ગડચિકોલી શહેરમાં રવિન્દ્ર વરગંટીવારની એક યુવતીએ બીજી જ્ઞાતિના છોકરા સાથે પ્રેમ સંબંધ હતો. છોકરીએ પોતાના પિતાને આ અંગે વાત કરતા કહ્યું કે તેને આ જ યુવક સાથે લગ્ન કરવા છે. પરિવાર વાળાઓએ આ પ્રેમ લગ્નને સ્વીકારવાની ના પાડી હતી

આ લગ્નથી પરિવારજનો દુઃખી થઈ ગયાં 

પરિવારે લગ્ન કરાવવાની ના પડતા દીકરી શનિવારે ઘરેથી નીકળી ગઈ હતી. રવિવારે તીર્થક્ષેત્ર માર્કંડાદેવ મંદિરમાં તેણે લગ્ન કરી લીધા હતા.  આ લગ્નથી પરિવારજનો દુઃખી થઈ ગયાં હતા. પરિવારનાં અન્ય લોકોએ તેમને સમજાવ્યા બાદ પણ વરગંટીવાર પરિવાર માનસિક તણાવમાં આવી ગયો હતો. 


ત્રણેયે સામૂહિક આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો

સોમવારે બપોરે 12થી 1 વાગ્યા દરમિયાન આનંદનગર પરિસરની ખુલ્લી જગ્યામાં કુવા પાસે પહોંચ્યા હતા. ત્યાં તેઓએ પોતાની પાસે રહેલો સામાન કિનારા પાસે કાઢીને ત્રણેયે એક સાથે કુવામાં કુદીને આત્મહત્યા કરી લીધી હતી. 

સ્થાનીકોની મદદથી ત્રણેયને બહાર કાઢ્યાં હતા

ઘટનાની જાણકારી શહેરમાં ફેલાતાની સાથે સ્થાનિકો ઘટના સ્થળ પાસે દોડી ગયા હતાં. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. તેઓએ સ્થાનીકોની મદદથી ત્રણેયને બહાર કાઢ્યાં હતા. મરનારાઓના નામ રવિન્દ્ર નાગોરાવ વરગંટીવાર (50), વૈશાલી રવિન્દ્ર વરગંટીવાર(43) તથા સાઈરામ રવિન્દ્ર વરગંટીવાર (19) હતું.

Comments

Popular posts from this blog

લગ્નમાં સાવ સામાન્ય કારણથી થઈ બબાલ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશનમાં