ઘર નું ટીફીન પતિ રોજ આપી દેતો હતો ભિખારી ને, સચ્ચાઈ ખબર પડી તો પત્ની એ ભિખારી થી કરી લીધા લગ્ન

 દુનિયા ઘણી મોટી છે અને જેટલી મોટી છે એટલા જ વિચિત્ર અહીયાની વાતો છે. તમે લવ સ્ટોરી તો ઘણી જ સાંભળી હશે પણ શું એવી લવ સ્ટોરી સાંભળી છે? જેને લઈને એક સ્ત્રીએ ભિખારી સાથે લગ્ન કરી લીધા. એક પત્ની પોતાના પતિને રોજ ટીફીન બનાવીને આપતી હતી અને પતિ રોજ ઓફિસે લઇ જતો હતો.
અચંબાની વાત તો એ છે કે પત્ની ત્રણ મહિનાથી સતત પતિને બટાકાનું શાક બનાવીને ટીફીનમાં આપ્યા કરતી હતી અને કાંઈ પણ કહ્યા વગર રોજ પતિ ટીફીન ખાલી લઈને ઘેર પહોચતો હતો. તે વાતથી પત્ની ઘણી અચંબામાં હતી કે પતિ કાંઈ પણ કહ્યા વગર રોજ તે શાક ખાઈ લે છે અને ઘેર આવીને એક ફરિયાદ સુધી નથી કરતા એવું કઈ રીતે બની શકે. પત્નીને થોડી શંકા થઇ અને એક દિવસ તેને પોતાના પતિનો પીછો કર્યો તો તેણે જે જોયું તે જોઇને તે તો દંગ જ રહી ગઈ. પતિનાં કરતુતથી પત્નીને જે નવાઈ થઇ, તેનાથી વધુ આઘાત તો પતિને લાગ્યો જયારે પત્નીએ તેની કરતુતનો જવાબ આપ્યો. આવો જાણીએ આ આખી ઘટના.
એક પત્ની રોજ પોતાના પતિને બટાકાનું શાક સતત બનાવીને ત્રણ મહિનાથી ટીફીનમાં મુકીને આપી રહી હતી અને ત્રણ મહિના સુધી સતત પતિ પોતાનું ટીફીન ખાલી કરીને ઘેર લઈને આવતો હતો. કોઈપણ પ્રકારની ફરિયાદ વગર જ્યારે પત્નીને ખાલી ટીફીન આપતો હતો ત્યારે પત્નીને શંકા થઇ અને તેનો પીછો કર્યો એક દિવસ ત્યારે ખબર પડી કે તે પોતાનું ટીફીન પોતે નહોતો ખાઈ રહ્યો ત્યાં બેઠલા એક ભિખારીને આપી દે છે.
પત્નીને આ વાતની જાણ થઇ અને તેણે પતિને હાથો હાથ પકડ્યો અને તે દિવસે તે ભિખારીને મળી. ભિખારીને મળ્યા પછી તે ભિખારી તે છોકરીને ઓળખી ગયો હતો અને તેણે બાળપણની બે-ચાર શાયરી સંભળાવી ત્યાર પછી પ્રકાશ નામના આ ભિખારીને તે મહિલાએ ઓળખી લીધો કેમ કે તેની સાથે બાળપણનો પ્રેમ હતો. જે તેના લગ્નને કારણે તેનાથી છૂટો પડી ગયો હતો.
બસ પછી શું હતું અને કહે છે ને જયારે છૂટો પડેલો પ્રેમ મળી જાય તો દુનિયાની તમામ વસ્તુ ભુલાઈ જાય છે બસ તે છોકરીએ બે દિવસ પછી પોતાના પતિને છૂટાછેડા આપ્યા અને તે ભિખારી સાથે લગ્ન કરી લીધા. જે તેના બાળપણ નો પ્રેમી હતો. અને બન્ને મંદિરની બહાર બેસીને ભીખ માગવા લાગ્યા. શું તમે ક્યારેય આવો પ્રેમનો કિસ્સો સાંભળ્યો છે? જેમાં આટલું મોટું બલીદાન આપીને મહેલોમાં રહેનારી મહિલા એક મંદિર બહાર પોતાના પ્રેમી સાથે ભીખ માગવાનું શરુ કરી દે છે.
પ્રેમની આમ તો તમે ઘણી વાતો સાંભળી હશે પણ આ અનોખી પ્રેમ કહાની એકદમ સાચી છે. આ આખી ઘટના ઓરિસ્સાના જબલપુરની છે. જ્યાં તે છોકરીના છુટા પડેલો બાળપણના પ્રેમને જોતા જ તે રહી ન શકી અને પોતાના પતિને છૂટાછેડા આપીને તેની સાથે લગ્ન કરી લીધા. એવું કહેવામાં આવે છે કે પ્રેમના ઘણી શક્તિ હોય છે. તે દરેક વસ્તુ ભુલાવી દે છે પણ આ ઘટના જોઇને લાગે છે કે ખરેખરમાં પ્રેમમાં ઘણી શક્તિ હોય છે. જે દરેક વસ્તુ ભૂલી અને છોડી દેવાની શક્તિ આપે છે.

Comments

Popular posts from this blog

લગ્નમાં સાવ સામાન્ય કારણથી થઈ બબાલ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશનમાં