કલિયુગ ની દ્રૌપદી કે જેણે કર્યા પોતાના જ સગા પાંચ ભાઈઓ સાથે લગ્ન..
મહાભારત ની દ્રૌપદીને તો બધા જાણે જ છે કે કેવી રીતે તેણે સંજોગો વશ થઈ ને પાંચ પાંડવો સાથે લગ્ન કર્યા હતા.તેવી જ રીતે આજે પણ એક એવી છોકરી છે જેણે પાંચ જણ સાથે લગ્ન કર્યા છે.આશ્ચર્ય ની વાત તો એ છે કે તેઓ બધા તેના સગા ભાઈઓ છે.તમને જાણી ને આશ્ચર્ય થશે પણ આ છોકરી પાસે દ્રૌપદી જેવી જ કઈક મજબૂરી હતી આના કારણે તેણી ને પાંચ ભાઈઓ સાથે લગ્ન કરવા પડ્યા હતા.તો ચાલો આજે તમને કળિયુગ ની દ્રૌપદી સાથે મળાવીએ.
અમે વાત કરી રહ્યા છીએ ઉત્તરાખંડ માં રહેવાવાળી રજો ની.21 વર્ષ ની રજો પાંચ સગા ભાઈઓ સાથે વિવાહિત છે,એવામાં બધા ભાઈઓ સાથે એક જેવોજ વર્તાવ કરવો પડે છે.એટલેકે પત્ની હોવાને લીધે તેણી ને પોતાના દરેક પતિની સાથે શારીરિક સંબંધ પણ બાંધવો પડે છે.આમ રજો નો એક દીકરો પણ છે પણ કોઈ ને ખબર નથી કે આ કોનો અંશ છે.આમ જોઈએ તો તેના પાંચેય પતિઓ માં કોઈ દિવસ આના માટે કઈ બોલાચાલી થઈ નથી.બધા સાથે મળીને તેના દીકરાની દેખભાળ કરે છે.

જાણવામાં આવ્યું છે કે આજથી 5 વર્ષ પહેલા રજો ના લગ્ન ઘર ના રીતિ રિવાજ પ્રમાણે ઘરના મોટા દીકરા ગુડું સાથે થયા હતા.પણ તેની સાથે જ તેણી ને તેના પતિના બીજા ચાર ભાઈઓ સાથે જ લગ્ન કરવા પડ્યા હતા.આમતો રજો ને પણ આ પ્રકાર માં સબંધ થી કોઈ આપતી નથી,પણ તેતો ખુદ ને કિસ્મતવાળી માને છે કે તેને પાંચ પતિઓ નો પ્રેમ મળે છે.રજો નું કહેવું છેકે તેના પાંચેય પતિ તેને ખુબ જ પ્રેમ કરે છે.

એ રજો ને પણ ખબર છે કે આપણા ભારત દેશ ના કાનૂન માં આમ લગ્ન કરવા એ કાનૂન વિરોધી છે પણ તે તેનો ખુલાસો કહે છે કે ત્યાં છોકરી ની કમી હોવાને કારણે આવું કરવું પડે છે.હકીકત માં ઉત્તરાખંડ અને તિબ્બત ની આસપાસ ના વિસ્તાર માં છોકરીઓ ની સરખામણી માં છોકરાઓ ની સંખ્યા ખુબજ વધારે છે.એટલા માટે ત્યાંનો એક નિયમ છે કે જે છોકરી ના લગ્ન જે છોકરા સાથે થાય તો તેના લગ્ન તેના ભાઈઓ સાથે પણ કરાવી દેવામાં આવે.આજ નિયમ નું પાલન ત્યાંના બધાજ ઘર માં કરવામાં આવે છે.આવામાં રજો ને કલિયુગ ની દ્રૌપદી ના સ્વરૂપે જાણવામાં આવે છે.

Comments
Post a Comment